Placeholder canvas

ચોટીલા નજીક એસ.ટી. બસના ઠાંઠામાં લકઝરી બસ ઠોકી ! એસટીમાં નુકશાન…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવે ઉપર મોટી વાડી નજીક ખાનગી લક્ઝરીના ચાલકે એસ.ટી બસની પાછળ ધડાકા ભેર અથડાવતા મુસાફરોમાં નાશ ભાગ સાથે દેકારો મચ્યો સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે

ચોટીલા નેશનલ હાઈવે ઉપર મોટી વાડી નજીક એસટી બસ આગળ જઈ રહી હતી ત્યારે તેની પાછળ અમરદીપ ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસ આવી રહી હતી ત્યારે કોઈ કારણોસર આગળ જતી જામનગર ઝાલોદ બસના ડાઈવરે બ્રેક મારવાના કારણે પાછળ આવતી લક્ઝરી બસના ચાલકે પોતાની લક્ઝરીને બ્રેક અને કાબુ ન કરી શકતા આગળ જઈ રહેલી જામનગર ઝાલોદ બસ પાછળ ધડાકા ચડાવી હતી.

જેથી અંદર બેઠેલા મુસાફરો પણ હચમચી ઉઠ્યા હતા. બસની પાછળના ભાગને મોટું નુકસાન થવા પામ્યું છે અને આ અંગેની હાલમાં ફરિયાદ એસટી કંડકટર વિપુલભાઈ સાગરભાઇ દ્વારા ચોટીલા પોલીસ મથકે નોંધવામાં આવી છે ત્યારે અકસ્માત ઓનેસ્ટ હોટલ પાસે થયો હતો અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ સમાચારને શેર કરો