મોરબી

મોરબી: મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનારને ઝડપી પાડતી પોલીસ

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર ધોળાધિવસે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટાર્ગેટ બનાવી મહિલાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ, પોલીસે આરોપીને ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના શનાળા રોડ પર ભક્તિનગરમાં રહેતા ભાવેશભાઇ વિનુભાઇ મહેતા તેમના પત્ની સાથે એક્ટિવા પર ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ખાટકીવાસ ચોક નજીક પાછળથી આવેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે ભાવેશભાઇના પત્નીના ગળામાંથી આશરે દોઢ તોલા વજનનો અને ૧,૭૫,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન આંચકી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે ભાવેશભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ચીલઝડપ કરનાર આરોપી સરફરાજ ઉર્ફે ફેઝલ અબ્દુલભાઇ મંધરીયા (રહે. ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસે) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો