Placeholder canvas

વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત પર થશે: સૌરાષ્ટ્ર-કચ્છ તથા અન્યત્ર છુટોછવાયો વરસાદ પડશે -અશોકભાઈ પટેલ

અરબી સમુદ્રમાં સર્જાનારા ‘નિસર્ગ’નો સીધો પ્રભાવ દક્ષિણ ગુજરાત પર પડવાનો છે છતાં ગુજરાતના અન્ય ભાગોમાં પણ તેની અસર હેઠળ છુટોછવાયો વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ભારતમાં નૈઋત્ય ચોમાસાએ પ્રવેશ કરી લીધાનુ હવે હવામાન વિભાગે પણ જાહેર કરી દીધુ છે. ચોમાસુ રેખા અરબી સમુદ્રમાં 12 ડીગ્રી નોર્થથી કન્નુર, કોઈમ્બતુર તથા ક્ધયાકુમારી સુધી લેવાઈ છે. મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીમાં ચોમાસાએ ખાસ પ્રગતિ નથી કરી. માત્ર શ્રીલંકા આસપાસના દરિયામાં થોડું આગળ ચાલ્યુ છે.

વાવાઝોહા સિસ્ટમને લાગે વળગે છે ત્યાં સુધી તે સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી 800 કિલોમીટર દૂર દક્ષિણે છે. જે ઉતર તરફ આગળ ધપશે અને તા.3ના રોજ મુંબઈ-મહારાષ્ટ્ર તથા તેને લાગુ ગુજરાત પર ત્રાટકશે. અત્યારની સ્થિતિએ 45થી55 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય રહ્યો છે. ઝાટકાના પવનની ગતિ 65 કિલોમીટરની છે.

ગુજરાતમાં વાવાઝોડાની સીધી અસર દક્ષિણના ભાગોમાં થવાની છે. બાકીના વિસ્તારોમાં પ્રિ-મોનસુન એકટીવીટી હેઠળ જુદા-જુદા દિવસોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ત્રણ પરિબળો કામ કરશે. તેમાં અરબી સમુદ્રમાંથી વધતો ભેજ, ઉપલા લેવલની અસ્થિરતા તથા સિસ્ટમના પૂછડીયા વાદળોનો સમાવેશ થાય છે. આ કારણે વારંવાર આંધી-વરસાદ ખાબકતો રહેવાની શકયતા છે. સિસ્ટમ પ્રેરિત વરસાદ પડવાનો હોવાથી હવામાનખાતાની સૂચનાને અનુસરવા તેઓએ સ્પષ્ટ કર્યુ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો