વાંકાનેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં બે લોકોની તબિયત લથડી હતી.
વાંકાનેર : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બે લોકોની તબિયત લથડી હતી. જો કે બન્નેને 108 દ્રારા હોસ્પિટલે પહોંચાડયા હતા.
વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રજાસત્તાક કાર્યક્રમ દરમિયાન યોગા કરતી વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. જ્યારે અન્ય એક પુરુષની પણ તબિયત લથડી હતી. ચાલુ કાર્યક્રમમાં તબિયત લથડતા બન્ને લોકોને 108 દ્વારા વાંકાનેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ છેલ્લે જેમની તબિયત લથડી તે વ્યક્તિ જિલ્લા કલેકટર ઝવેરીના ગેસ્ટ હતા.


