સરકાર આપશે પોણા લાખ રૂપિયાની સબસિડી..!! કઇ રીતે મળશે? જાણવા વાંચો.
વિજળીનું બીલ ઓછું આવે તે માટે લોકો હવે તેમના ઘરોમાં સોલર પેનલ લગાવી રહ્યા છે અને તેને લગાવ્યા પછી લાઈટ બીલની સમસ્યાથી છૂટકારો મળે છે. કેન્દ્ર સરકાર ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પણ મદદ કરી રહી છે. આ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્ય યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.
સરકારે સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારને લાભ આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનાર લોકોને સબસિડી જાહેર કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
PM સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30 હજારની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવનારને નવી સબસિડી 60,000 રૂપિયાની હશે. જ્યારે 3 કિલોવોટનું રૂફટોપ સોલક સિસ્ટમ લગાવવા માટે 78,000 રૂપિયાની સબ્સીડી આપવામાં આવશે.
કેવી રીતે મળશે સબસિડી?
- સૌથી પહેલા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે તમે સ્ટેટ એન્ડ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની સિલેક્ટ કરો.
- ત્યાર બાદ તમે ઈલેક્ટ્રિસિટી કન્ઝ્યુમર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે લોગિન કરો
- ફોર્મ અનુસાર રૂફટોપ સોલર માટે એપ્લાય કરો.
- જ્યારે તમને Feasibility Approval મળી જાય તો કોઈ પણ રજીસ્ટર્ડ વેન્ડરથી પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવો.
- ઈન્સોટલેશન પુરૂ થવા પર પ્લાન્ટની ડિટેલ જમા કરો અને નેટ મીટર માટે અરજી કરો.
- ત્યાર બાદ મીટરના ઈન્સ્ટોલેશન અને DISCOM દ્વારા તપાસ બાદ પોર્ટલથી કમીશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરાવો.
- જ્યારે કમીશનિંગ રિપોર્ટ મળી જાય તો પોર્ટલના માધ્યમથી બેંક એકાઉન્ટને ડિટેલ અને એક કેન્સલ ચેક જમા કરાવો.
- તમને 30 દિવસની અંદર બેંક એકાઉન્ટમાં સબ્સિડી મળી જશે.
ક્યાંથી કરી શકશો રજીસ્ટ્રેશન?
જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો https://pmsuryaghar.gov.in ની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ શકો છો. પોતાની સંપૂર્ણ જાણરકારી સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના ઉપરાંત, તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો નજીકના પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.