Placeholder canvas

સુપ્રીમમાં ગુજરાત સરકારના સોગંદનામામાં ગુજરાત સરકારની પોલ ખુલી ગઈ.

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુમાં 10,000નો આંકડો ઉમેરાતા દેશનો મૃત્યદર વધ્યો !

સુપ્રીમમાં સરકારના સોગંદનામાંથી છુપાવેલી હકીકતો ખુલ્લી પડી
કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 10,098ની સામે સરકારે 19,964 કેસમાં વળતર ચૂકવ્યું.

શુ ગુજરાત સરકાર અત્યાર સુધી ટાઢપોરના ગપ્પા મારતી !? પોતાની નામોશી અને નિષ્ફળતા છુપાવવા મોતનો આંકડો ખોટો જાહેર કરીને પ્રજાને ગુમરાહ કરતી હતી.

કોવિડ-19થી મૃત્યુના કિસ્સામાંં સ્વજન ગુમવનારા પરિવારોને ચૂકવેલા વળતરના આંકડા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરીને ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાથી થયેલા વધુ 10 હજાર મૃત્યુનો સત્તાવાર સ્વિકાર કર્યો છે. જેના કારણે સોમવારે ભારતમાં કોવિડ-19થી થયેલા મૃત્યુદરમાં આપોઆપ બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.

ગુજરાત સરકાર સત્તાવારપણે કોવિડ-19થી અત્યાર સુધીમાં માત્ર 10,098 નાગરીકોના જ મૃત્યુ થયાનું જાહેર કરે છે. પરંતુ, કોરોનાથી મૃત્યુના કિસ્સામાં રૂપિયા 50 હજારના વળતરની ચૂકવણી સંદર્ભે સરકારે સોમવારે સુપ્રિમ કોર્ટમાં એક સોંગદનામું રજૂ કરીને અત્યાર સુધીમાં કુલ 19,964 કેસમાં આશ્રિતોને વળતર ચૂકવ્યાનું જાહેર કર્યુ હતુ. આ હકિકત રજૂ થતા જ કોરોનાકાળના દોઢ વર્ષથી છુપાવવામાં આવતા મૃત્યુઆંકનો ઢાંકપિછાડો આપોઆપ ખુલ્લો પડયો છે. સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા સોંગદનામા મુજબ કોરોનાથી મૃત્યુ સામે વળતર મેળવવા 34,678 જેટલી અરજી મળ્યાનું સરકારે જણાવ્યુ છે.

હજી પણ અરજીનો પ્રવાહ ચાલુ છે અને કોરોનાથી મૃત્યુ સંદર્ભે અગાઉ નક્કી કરેલા પુરાવાને આધારે રૂપિયા 50 હજારનું વળતર મંજૂર કરીને વારસદારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા યથાવત હોવાનું સોંગદનામાં કહેવાયુ છે. અરજી કરવા પોર્ટલ શરૂ થતા પ્રક્રિયામાં ગતિ આવી છે. જેથી ભારતના કુલ મૃત્યુઆંકમાં પણ બે ટકા જેટલો ઉછાળો નોંધાતા દેશમાં સત્તાવાર મૃતકોની સંખ્યા 4.85 લાખે પહોંચી હતી.

કોરોનાથી મૃત્યુ સંદર્ભે 34,678 અરજીઓમાંથી માત્ર 19,964 કેસમાં જ સહાય ચૂકવ્યાનો જવાબ રજૂ કર્યા બાદ ગુજરાત સરકારે વળતર માટે રેડિયોથી પ્રચાર કરી રહ્યાની કેફિયત મુકી હતી. આ તબક્કે સરકારના એડવોકેટને સુપ્રિમ રેડિયો કોણ સાંભળે છે ? આ સવાલ સાથે સ્થાનિક અખબારો, દુરદર્શન સહિતના માધ્યમોમાં પ્રચાર કેમ થતો નથી એવી પૃચ્છા પણ કરી હતી

આ સમાચારને શેર કરો