Placeholder canvas

વાંકાનેરના ભીમગુડામાં યુવતીનો ગળો ફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની રહેવાસી ૧૯ વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભીમગુડા ગામની રહેવાસી કોમલબેન રમેશભાઈ સારલા (ઉ.વ.૧૯) નામની યુવતી પોતાના ઘરે એકલા હોય ત્યારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવતીના આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો