સૌરાષ્ટ્ર

રાજકોટ: રાજકોટ જામનગર હાઈવે પર LC-130 પર પરાપીપળીયા-ખંઢેરીનાં બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.

આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં પરાપીપળીયા ગામ ખાતે રાજકોટ જામનગર હાઈવે પર LC-130 પર પરાપીપળીયા – ખંઢેરીનાં ROB નું નિર્માણ Aims Back Side Entry ખાતે રૂપિયા 43.97 કરોડ નાં ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં , વરદ્હસ્તે હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા,રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની ભરતભાઈ ડાભી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીગ્નેશભાઈ ગોહેલ, ધનરાજભાઈ ડોડીયા, જસ્મીનભાઈ પીપળીયા,તેમજ સરપંચો, સંગઠનના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો