સુખી જીવનની ફોર્મ્યુલા: આજુ બાજુ નજર કરવી નહિ -જૈન સંત જિનપ્રેમ વિજયજી

સુરત: શ્રી ઉમરા જૈન સંઘ – સુરત ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે યુવા જીવન પરિવર્તન શિબિરમાં હૃદયસ્પર્શી અને જીવન ઉપયોગી પ્રવચન આપ્યું. આ પ્રસંગે જિનપ્રેમ વિજયજીએ “Welcome અભ્યુદય” વિષય ઉપર વિશાળ યુવા જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, દુનિયા માં એક પણ સુખ એવું નથી જે ખરીદી શકાતું હોય, ને દુનિયા માં એક પણ દુઃખ એવું નથી જે વેચી શકાતું હોય. માણસ આખી જિંદગી સુખ ની પાછળ દોડતો રહે છે ને દુઃખ થી દૂર ભાગે છે, છતાં લગભગ કોઈ ને સુખ મળતું નથી ને દુઃખ ટળતું નથી.

લગ્ન નો એક્સઝેટ મીનિંગ જણાવતા સાહેબ એ ફરમાવ્યું કે હોટલમાં જમવા જઈએ અને પોતાની થાળીનું જમવાનું શરુ કરીએ અને ત્યારે બાજુ વાળાની થાળીમાં નજર જાય અને એની થાળીનું જમવાનું ગમી જાય એને લગ્ન કહેવાય.”પોતાની થાળીમાં જ નજર રાખીને જે આવ્યું છે એ સંતોષથી જમી લેવું , બીજાની થાળી તરફ નજર ન કરવી એને ભગવાન મહાવીર સ્વામીએ ગૃહસ્થ સદાચાર વ્રત કહ્યું છે”. સુખી સંસારની બધી જ ફોર્મ્યુલા એમાં સમાય ગઈ છે. શરત એટલી જ છે કે એને દરેક બાબતમાં લાગુ કરવામાં આવે. ઘેલછાઓ છોડો, બીજાના ઘર પર, ગાડી પર, રહેણી કરણી પર, તાગડધિન્ના પર નજર કરવાનું બંધ કરી દો. બીજાનું આંધણુ અનુકરણ એ વાનરવેડા છે. એ દુઃખ માટેની દોટ છે. લખપતિ ઓ કરોડપતિને જોઈ ને દુઃખી થાય છે. કરોડપતિઓ અરબોપતિને જોઈને દુઃખી થાય છે. ખરબોપતિ બિચારા સ્વાસ્થ્ય, પરિવારને શાંતિથી ખાલી થઇ ચુક્યા હોઈ છે. તમને જે મળ્યું છે એમાં તમને સંતોષ છે તો તમારા જેવા બીજા શ્રીમંત કોઈ નથી. આમ સાહેબ એ સુખી જીવન જીવવા માટે પ્રેરણા કરી હતી.

આ સમાચાર શેર કરો

Follow Us on