Placeholder canvas

રાજકોટ: પહેલી પત્નીએ બીજી પત્ની ઉપર હુમલો કરીને ગુપ્તાંગમાં મરચું ભરી દીધું!

રાજકોટ: નાનામવા ભીમનગરમાં રહેતી એક મહિલાના ઘરમાં ઘૂસી પાંચેક મહિલા સહિતના શખ્સોએ ઢીકા-પાટુનો માર મારી કપડાં કાઢી નાખી ગુપ્તભાગે મરચું ભરી મોઢે ડૂમો દઇ દેતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે તાલુકા પોલીસે મહિલાનું નિવેદન લેવા તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,નાનામવા ભીમનગરમાં રહેતા ભારતી સુરેશભાઇ કુકડિયા (ઉ.વ.35)ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે શાપર રહેતા નિતુબેન અને અજાણ્યા મહિલાઓએ ઘરે આવી ઢીકાપાટુનો મારમાર્યો હતો અને કપડાં ફાડી નાખી ગુપ્ત ભાગે મરચું ભરી દીધું હતી.ત્યારબાદ આરોપીઓ ધમકી આપી રૂમમાં પુરી ભાગી ગયા હતા.તેણી બૂમાબૂમ કરતા પાડોશીએ દરવાજો ખોલી મહિલાને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.ભારતીબેનના અગાઉ ઉમેશ નામના યુવક સાથે લગ્ન થયા હતા.

તે લગ્ન દરમિયાન બે દીકરીની પ્રાપ્તિ થઇ હતી.ત્યારબાદ બંનેને મનમેળ નહીં આવતા તેની સાથે અઢી વર્ષ પહેલાં છુટાછેડા લઈ લીધા હતા.ત્યારબાદ બે વર્ષ પહેલાં શાપરના પરિણીત સુરેશ સાથે મંદિરમાં લવમેરેજ કર્યા હતા.પરંતુ સુરેશની પહેલી પત્ની નિતુંને આ બધું ગમતું ન નહોતું.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,ભારતીએ શાપરમાં રિક્ષા ચલાવતા સુરેશ કુકડિયા સાથે અઢી વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.જો કે સુરેશની પહેલી પત્ની નીતુ શાપરમાં રહેતી હોવાથી તે રાજકોટ નાનામવામાં આવેલા ભીમનગરમાં રહેવા આવી ગઇ હતી.

સુરેશ દસ-બાર દિવસે એકા’દ વખત ભારતીને મળવા આવતો હતો.આ બાબતે નીતુ અને સુરેશ વચ્ચે માથાકૂટ થતી હતી અને તેના ભાગરૂપે જ ગઈકાલે નીતુ સહિત આઠેક મહિલાએ સાથે મળી નાનામવા ભારતીના ઘરે આવી ઝઘડો શરૂ કર્યો હતો.તેમજ તેમને મારમારી કપડાં ફાડી ગુપ્તભાગે મરચાની ભૂકી ભરી દઈ રૂમમાં પુરી દીધી હતી.ભારતીએ નિતુબેનને કહ્યું કે હું સુરેશને મુકવા તૈયાર છું અને સુરેશ સામે ત્રાસ અંગેની અરજી પણ કરી છે.આ અંગે માલવિયા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે,થોડા દિવસ પહેલા આવોજ એક બનાવ પ્રકાસમાં આવ્યો હતો.પારેવડી ચોકથી મહિલાએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી અવધ રોડ પર લઈ જઈ બેભાન ન થાય ત્યાં સુધી બેફામ મારમાર્યો હતો.તેમજ ગુપ્તભાગે મરચુંભૂકી ભરી દીધી હતી.આ ગુન્હામાં પોલીસે મહિલાને ઝડપી હતી.

આ સમાચારને શેર કરો