સમગ્ર દેશમાં પ્રથમ: નવા ઘઉંની સૌ પ્રથમ આવક ગોંડલમાં

રાજકોટ: હજુ તો ઘણા બધા ખેડૂતોએ પાછોતરા ઘંઉ વાવ્યા છે એ હજુ માંડ પારાઢક થયા છે ત્યાં જ નવા ઘઉંની આવક શરૂ થયાના વાવડ સામે આવ્યા છે. રાજકોટના ગોંડલમાં થયેલી ઘઉં નવી આવક એ સમગ્ર દેશમાં પ્રથમ ઘંઉની આવક છે.

દર વર્ષે સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવક સૌથી પહેલા થતી હોય છે. પરંતુ આ વર્ષે ઉતરાયણ પહેલા જ નવા ઘઉંની આવક શરુ થઇ ચુકી છે. સૌરાષ્ટ્રની આવકો ઉપર આ વર્ષે સાઉથવાળાની વધુ નજર છે. કારણકે આ વર્ષે નિકાસ માંગ સારી હોવાથી તેને માલ કેટલો અપાશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ગોંડલમાં શનીવારે નવા ઘઉંની ર૦ થી રપ ગુણીની આવક થઇ હતી અને ગોંડલના વેપારીએ આ ઘઉંની રૂ.380 પ્રતિ 20 કિલોના ભાવથી ખરીદી કરી હતી. આ ટુકડા ઘઉં કવોલીટીના હતા. અને બાંટવા દેવળીયાના ખેડુતનો માલ હતો. ખેડુતો ઘઉં ખુબ આગોતરાવવાવ્યા હોવાથી હાલ માત્ર કહેવા પુરતી આવક લઇને આવ્યા હતા. જાન્યુઆરીના અંતમાં રેગ્યુલર આવક શરુ થશે. પીઠ આવકો 15 ફેબ્રુઆરી બાદ શરુ થાય તેવી શકયતાઓ છે.

સમગ્ર દેશમાં સૌ પ્રથમ નવી સીઝનના ઘઉંની આવક ગોંડલમાં થઇ છે. સામાન્ય રીતે દર વર્ષે નવા ઘઉં સૌરાષ્ટ્રમાં જ આવતા હોય છે. પરંતુ આ વર્ષે ખુબ પહેલા આવક થઇ હોવાથી લોકોને વધુ ઉત્સુકતા જાગી હતી. ઘઉંના ભાવ હાલ સતત વધી રહયા છે. અને મિલબરના ભાવ હાલ વધીને રૂ.1940 થી 1950 ની સપાટી એ પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 349
  •  
  •  
  •  
  •  
  •  
    349
    Shares