Placeholder canvas

વાંકાનેરમાં મહેન્દ્રા કંપનીનું પ્રથમ એસી ટેકટર પંચાસીયાના ખેડુતે ખરીદયુ.

(Sponsored Articles) અત્યારે વધુમાં વધુ સગવડો બજારમાં ઉપલબ્ધ થવા માંડી છે જ્યારે આ સગવડો લેવા માટે ખેડૂતો પણ પાછળ રહ્યા નથી. કેમકે ખેડૂતોને માત્ર ધોમધખતા તાપમાં, કડકડતી ઠંડી કે પછી ધોધમાર વરસાદમાં કામ કરવાનું અને આ તમામ કુદરતથી વાતાવરણ સામે લડીને પોતાના ખેતરમાંથી પાક પેદા કરવાનો પરંતુ હવે તેમાં થોડો ફેરફાર થવા જઇ રહ્યો છે…..

ખેડૂતોનું મુખ્ય હથિયાર એક વખત બળદગાડુ અને સાતિ હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે ખેડૂતના મુખ્ય ખેત ઓજાર ટ્રેક્ટર બની ગયું છે. આ ટ્રેક્ટર ચલાવું એ પણ કોઈ સાવ સહેલી વાત નથી ઉનાળાના તડકામાં ખેડ કરવી ભારે તકલીફવાળી હોય છે, પરંતુ હવે આ તકલીફથી ખેડુતો ને છુટકારો મળી જશે….

ઉનાળાના ધોમધખતા તાપમાં ખેડૂત હવે ટેકટર શાંતિથી ચલાવી શકશે કેમકે માર્કેટમાં હવે ટ્રેક્ટર પણ એસી આવવા લાગ્યા છે. એટલું જ નહીં પણ આ ટ્રેક્ટર આજે વાંકાનેરમાં સર્વપ્રથમ મહેન્દ્રા કંપનીનું પંચાસીયામાં ખેડુત પાસે આવી ગયું છે.

ખેડૂતની આ પરેશાનીને નજરમાં રાખીને મહિન્દ્રા કંપની હવે એસી ટ્રેક્ટર બનાવવાનું ચાલુ કર્યું છે અને આ એસી ટેકટર વાંકાનેરમાં પણ આવી ગયું છે. મહેન્દ્રા કંપનીનું mahindra 605 arjun novo 4WD AC CABIN ટ્રેક્ટર આજે પંચાસીયા ગામના ખેડૂત મહમદભાઇએ (અકશા ગૃપ) વાંકાનેરમાં મહેન્દ્રા ટ્રેકટર ના ડીલર આઈએમપી ટ્રેક્ટર માંથી ખરીદ્યું છે આ વાંકાનેરનું પ્રથમ એસટી ટ્રેક્ટર છે.

ટ્રેક્ટર વિશે થોડી માહિતી મેળવી હતી તો આ ટ્રેક્ટર ફોરવીલ ટ્રેક્ટર છે મતલબ કે તેમના આગળના વીલ થોડા મોટા છે અને આ ટેકટરના ચારે વીલ તાકાત કરે છે. તેમની સીટ આરામદાય છે. તેમજ ડ્રાઈવરને બેઠક વ્યવસ્થા વધુ જગ્યા મળે છે, ડ્રાઇવર ઉપર બનાવવામાં આવેલી કેબીન એર ટાઈટ છે. આમ આ ટ્રેક્ટરમાં ડ્રાઈવરને ગરમી તો નહીં થાય પરંતુ શિયાળામાં ઠંડી પણ નહીં લાગે અને ચોમાસામાં વરસાદ દરમિયાન પલળશે પણ નહીં…..! સાથો સાથ કેબિનમાં આગળના ભાગમાં વાઈપર પણ આપવામાં આવ્યા છે, જેથી કાચ સાફ થઈ શકે. આ ટ્રેક્ટર ખાસ કરીને રોટાવેટર હાકવા માટે ડ્રાઈવરને ખૂબ અનુકૂળતા રહેશે. કેમકે ડ્રાઈવરને ધૂળ નહી ઉડે.

આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી માટે વાંકાનેરના મહિન્દ્રા ટ્રેક્ટરના ડીલર આઈએમપી ટ્રેક્ટર્સ માં હનીફભાઇ ચૌધરી +919978545591 અને ઈસ્માઈલભાઈ આઈએમપી 9824234850 નો સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો