Placeholder canvas

પુત્રએ પ્રેમ લગ્ન કર્યાને પરિવારે માર ખાધો.!!!


યુવકની માતા, દાદા, કાકા અને કાકી પર યુવતીના પરીવારજનો ધોકા અને પાઈપથી તુટી પડી મરચાની ભુકી છાંટી…

લોધીકાના મોટાવડામાં પ્રેમલગ્ન કરવા મામલે યુવકના માતા, દાદા, કાકા અને કાકી પર યુવતીના પરીવારજનોએ અમારી પુત્રી પાછી આપી દો કહીં પાઈપથી હુમલો કરી મરચાની ભુંકી છાંટી નાસી છુટયા હતા. બનાવમાં ઈજાગ્રસ્તોને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.

આ બનાવ અંગે વધુ વિગત અનુસાર, મોટાવડામાં રહેતા સવિતાબેન કાંતીભાઈ બગડા (ઉ.40) તેના સસરા ગોવાભાઈ ચનાભાઈ બગડા (ઉ.64) દેર ભરતભાઈ ધરમશીભાઈ (ઉ.24) અને જેઠાણી ગીતાબેન ધરમશીભાઈ (ઉ.40) પોતાના ઘેર હતા ત્યારે ધસી આવેલા પ્રવીણ, ચમન, હર્ષા, અશોક, કાંતા અને કપીલાએ ઝઘડો કરી પાઈપથી માર મારી મરચાની મુકી છાંટતા ચારેય ઈજાગ્રસ્ત થતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.

વધુમાં ઈજાગ્રસ્ત સવિતાબેને જણાવ્યું હતું કે મારા પુત્ર જીતુએ થોડા સમય પહેલા અમારા પડોશમાં રહેતા પ્રવિણની પુત્રી તૃપ્તી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા જેનો ખાર રાખી પ્રવીણ તેમજ તેનો પરીવાર અવાર નવાર હેરાન કરતા હતા જેથી જીતુ અને તૃપ્તી બન્ને રહેવા માટે રાજકોટના રૈયાધારમાં ગયા હતા. જે મામલે ગત રોજ યુવતીના પિતા માતા અને ભાઈ સહીતના શખ્સો આવી અમારી પુત્રીને પરત આપો કહી હુમલો કરી નાસી છુટયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો