વાંકાનેર: સ્કૂટર આડુ કુતરા પડતા અકસ્માતમાં પતિને ઇજા, પત્નીનું મોત.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં લિંબાળાની ધારની નજીક ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર જઈ રહેલ પતિ પત્નીને માર્ગમાં આડુ કૂતરું ઉતરતા અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું જયારે સ્કૂટર ચાલવી રહેલા પતિને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા માહમદહુશેન અમીભાઇ શેરસીયા તેમના પત્ની ગુલશનબેન સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જતા હતા ત્યાર રસ્તામાં કૂતરું આડુ ઉતરતા સ્કૂટર કુતરા સાથે અથડાતા ગુલશનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે માહમદહુશેન અમીભાઇ શેરસીયાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

આ સમાચારને શેર કરો