દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ’નું નાહવાથી થયું મૃત્યુ. !!!
દુનિયાનો સૌથી હેન્ડસમ વ્યક્તિ, દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ, દુનિયાનો સૌથી સ્વરૂપવાન વ્યક્તિ કે પછી મિસ યુનિવર્સલ…. વિગેરે વિગેરે તમે સાંભળ્યુ હશે પણ ક્યારેય એવું સાંભળ્યું કે દુનિયાની સૌથી ગંદી વ્યક્તિ… હા ગંદી વ્યક્તિ જ કહી છે તેમાં કોઈ ભૂલ નથી….. આજકાલ દુનિયાનો સૌથી ગંદી વ્યક્તિ ચર્ચામાં છે.
ઈરાનના આમૂ હાજી ‘વિશ્વના સૌથી ગંદા વ્યક્તિ’ તરીકે ઓળખાતા હતા. તેમણે 50 થી 60 વર્ષથી પોતાના શરીર પર ન તો સાબુ લગાવ્યો હતો, ન તો પાણી નાખ્યું હતું. તેમને ડર હતો કે આમ કરવાથી તેઓ બીમાર પડી જશે.
થોડાક મહિના પહેલાં જ તેમણે લોકોની લાગણીને માન આપ્યું અને નાહવાનું ‘ઐતિહાસિક કામ’ કર્યું. ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA પ્રમાણે, ન્હાયા બાદ તેઓ બીમાર પડ્યા અને 23 ઑક્ટોબરે તે અવસાન પામ્યા. આમ જગતે સૌથી ગંદી વ્યક્તિ ખોઈ દીધી છે…. કાશ લોકોએ તેમને નવળાવવાની સમાજ સેવા ન કરી હોત તો આ વ્યક્તિ કદાચ જીવિત હોત !!! તેમને નાહવું માફક ન આવ્યું, ચોખાઈ કોઠે ન પડી… અને….અને…. દુનિયા છોડી દીધી…!!!