સૌરાષ્ટ્ર

રાજકોટમાં સીપી કચેરી બહાર દલિત સમાજનો ચક્કાજામ, પોલીસ સાથે રકઝક.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દલિત સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત ચોક ખાતે પહોંચતા પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ થતા વાહનોની અટકાયત કરી હતી. આથી પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો પોલીસ કમિશનર કચેરીએ એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ રસ્તા બેસી હોહા કરી મુકી હતી. તેમજ પોલીસ સાથે રકઝક કરી હતી.

આ સમાચારને શેર કરો