ટંકારા

ટંકારામાં ગાયે બે જોડિયા વાછરડીઓને જન્મ આપ્યો

ટંકારા : ટંકારામાં પશુમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. ટંકારાના હમિરભાઈ ટોળીયાની ગાયે એકસાથે બે તંદુરસ્ત વાછરડીઓને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે ગાયમાં એક જ બચ્ચાનો જન્મ થતો હોય છે, ત્યારે જોડિયા વાછરડીઓના આગમનથી ટોળીયા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

પશુપાલક હમિરભાઈના જણાવ્યા અનુસાર, ગાય અને બંને વાછરડીઓ હાલ તંદુરસ્ત છે. માલધારી પરંપરામાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે એકસાથે બે ‘લક્ષ્મી’ના આગમનને પરિવારે વધાવી લીધું છે.

આ સમાચારને શેર કરો