Placeholder canvas

વાંકાનેર એસટી ડેપોનો કન્ડક્ટર ચોટીલામાં દારૂ પીધેલ હાલતમાં પકડાયો

વાંકાનેર એસટી ડેપોનો બસનો કંડક્ટર ચાલુ ફરજ દરમિયાન ચોટીલામાં દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે.

ચોટીલા પાસે રાજકોટ લાઇન સ્ટાફ મુકેશસિંહ જાડેજા સ્ટાફ સાથે ચોટીલા ચેકિંગમાં હતા એ દરમિયાન વાંકાનેર ડેપોની બસને ચેક કરતા કંડકટર હારીશ બાશીરભાઈ શેખ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ચોટીલા પોલીસને સોપી પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં મળેલી માહિતી મુજબ હારીશ શેખ એ વાંકાનેર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરે છે અને તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે.

આ સમાચારને શેર કરો