સામાજિક

આજે ચાંદ દેખાયા, કાલે ઈદ…

આજે ઇસ્લામિક કેલેન્ડરના સવાલ મહિનાના ચાંદ દેખાય તે સાથે જ રમજાન મહિનો પૂરો થયો અને સવાલ મહિનો શરૂ થયો, સવાલ મહિનાના પહેલા દિવસે એટલે કે આવતીકાલે હવે મુસ્લિમ બેરાદરો ઈદ મનાવશે.
મુસ્લિમ બિરાદરો રમઝાન આખો મહિનો રોજા રાખી તરાહવી પઢી, કુરાન પઢીને અલ્લાહને રાજી કરવા આ બધું જ કરતા હોય છે. બસ તેમનો હેતુ માત્ર એટલો જ હોય છે અલ્લાહ રાજી થઈ જાય… આ આખા મહિના દરમિયાન રોજેદારો પોતાના શરીરને તો કષ્ટ આપે છે, સાથોસાથ કોઈ પણ અશક્ત બીમાર કે ગરીબને પણ ભરપૂર આર્થિક મદદ કરે છે. આખો મહિનો દરમિયાન જકાત ફિત્રા ઇમદાદ (દાન) આપતા રહે છે. તેમનો મકસદ એવો જ હોય છે કે કોઈપણ પર આવેલી પરેશાનીમાં તેમને મદદ કરી અને મુશ્કેલીમાંથી બહાર કાઢવો અને કોઈપણ કે નાનામાં નાનો વ્યક્તિ પણ ઈદ મનાવ્યા વગર રહી ન જાય… તે માટે ઇસ્લામમાં ફિત્રાની જોગવાઈ કરવામાં આવી છે. નાના માણસોને ફિત્રા (એક પ્રકારનું દાન) આપવામાં આવે છે જેથી તેઓ પણ બધાની સાથે ઈદ મનાવી શકે…
ઈદના દિવસે વહેલી સવારે ઊઠીને ફજરનું નમાજ પડ્યા બાદ નાઈ ધોઈને નવા કપડા પહેરી, ખુશ્બૂ લગાવીને તૈયાર થઈને ઇદગાહે સમૂહમાં લોકો જાય છે. ત્યાં ઇદની ખાસ નમાજ પડવામાં આવે છે. નમાજ બાદ મુસ્લિમ બિરાતો એકબીજાને ભેટીને ઈદ મુબારક કહે છે. આજે સવાલ મહિનાનો ચાંદ દેખાય જતા રમજાન પૂરો થયો અને આવતીકાલે મુસ્લિમ બિરાદરો ઇદનો તહેવાર ઉજવે છે.
કપ્તાન પરિવાર તરફથી દરેક મુસ્લિમ બિરાદરોને ચાંદ મુબારક અને ઈદ મુબારક…
આ સમાચારને શેર કરો