Placeholder canvas

રાજકોટ: આજે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને અડફેટ લીધી.

રાજકોટ : આજે વહેલી સવારે કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં પુરપાટ ઝડપે આવતી કારને મહિલાને અડફેટ લીધી હતી.

રાજકોટમાં આજે વહેલી સવારે 6 વાગ્યે રેસકોર્સ રીંગ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. ઈન્કમ ટેકસ ઓફિસ પાસે રોંગ સાઈડમાં આવતા ટુ વ્હીલરને અકસ્માત નડ્યો હતો. પુરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

આ ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. મહત્વનું છે કે વહેલી સવારે રેસકોર્સ રીંગ રોડ પર એક સાઈડ બંધ કરી દેવામાં આવતા ફરજિયાત વાહન રોંગ સાઈડમાં ચલાવવું પડે છે, જેને લઇને ઘણી વખત અકસ્માતના બનાવો બનતા હોય છે.

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો