વાંકાનેર: નેશનલ હાઇવે પર માર્કેટિંગ યાર્ડ પાસએ રોંગ સાઈડમાં આવતી કારે એક બાઈક ને લીધું હતું જેમા સવાર ત્રણ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પ્રથમ વાંકાનેર પ્રાથમિક સારવાર આપીને બાદમાં રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા
મળેલ માહિતી મુજબ નેશનલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાસે હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 AQ 6223 પર ટ્રીપલ સવારને સામેથી રોંગ સાઈડમાં આવતી બ્રેઝા કાર નં. GJ 13 AM 3063 ના ચાલકે હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં બાઇક સવાર મહેશભાઈ શંકરભાઈ ખાંભળીયા (ઉ.વ. ૨૨, રહે. મોટાભેલા, માળીયા), કિશનભાઇ છગનભાઈ સરવૈયા (ઉ.વ. ૧૮, રહે. મકનસર) અને વિશાલભાઈ અશોકભાઈ વરણીયા (ઉ.વ. ૧૮, રહે. મકનસર)ને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
