Placeholder canvas

ઉપલેટાના જરા રોડ પર વિધાર્થી અને પેસેન્જર ભરેલી એસ.ટી.બસ વોકળામાં પડતા પડતા રહી ગઈ…!!!

રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટાના જરા રોડ પર આવેલ પુલ પર મોટો અકસ્માત સર્જાતા રહી ગયો

ઉપલેટાના ગઢાળા ગામેથી બસમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો ઉપલેટ આવી રહ્યા હતા તે દરમિયાન જરા રોડ પર સામેથી વાહન આવતા બસ રિવર્સમાં લેતા વોકળા પરના નાલામાં લટકી પડી હતી, સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ઉપલેટામાં સર્જાયેલા અકસ્માતમાં બસ રિવર્સ લેતી વેળાએ પુલની દિવાલ તોડી બસ પુલમાં ખાબકતા રહી ગઈ ! વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ડ્રાઇવરે પાછળ જોયા વગર રિવર્સ લીધી અને કંડક્ટરે પણ પાછળ જોયું નહીં અને નાલાની દિવાલ તોડીને બસ પડતા પડતા રહી ગઈ! આ ઘટના બનતા વિદ્યાર્થી અને પેસેન્જરમાં ચોર-બકોર થઈ ગયો હતો અને શ્વાસ અધર થઈ ગયા હતા. પરંતુ સદનસીબે બસનો દરવાજો ખોલીને વિદ્યાર્થી અને પેસેન્જર નીચે ઉતરી ગયા… ફોટો અકસ્માત થતા થતા સદનસીબે રહી ગયો હતો.

આ સમાચારને શેર કરો