મોરબીમાં આખલા યુદ્ધથી દશથી વધુ ગાડીમાં નુકશાન..!!

મોરબી: દિવસેને દિવસે રેઢીયાર રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે, તેમાં રસ્તા પર થતા આખલા યુદ્ધે તો કેટલાયના હાડકા ભાંગી નાખ્યા તો કેટલાયને સ્વર્ગમાં પણ પહોંચાડી દીધા છે. આ રેઢિયાટ ઢોરનો ત્રાસ માત્ર કોઈ એક ચોક્કસ શહેરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતભરમાં છે પણ તેમનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી.
ગઈકાલે મોરબીમાં રવાપર કેનાલ રોડ પર, સુર્યકિર્તી સોસાયટીની બાજુમાં આવેલ ઓમપાર્ક સોસાયટીમાં આવા રેઢિયાર આખલા અને ગયોએ સોસાયટીમાં પાર્ક થયેલી 10 થી વધુ કારને નુકસાન પહોંચાડ્યું છે. કોઈ ગાડીના કાચ તૂટ્યા,કોઈ ગાડીમાં ઘોબો પડયા, તો કોઈ ગાડીમાં નાનું મોટું નુકસન થયું. સદનસીબે કોઈ લોકો કે સોસાયટી રમતા બાળકો હડબેઠ આવ્યા ન હતા. હવે આ દુઃખ કોને કહેવા જવું ? આ રેઢિયાર ઢોરના ત્રાસમાંથી કોણ છોડાવશે ?





