વાંકાનેર

વાંકાનેર: ખેરવા નદીનો બેઠો પુલ ગયા વર્ષે બન્યોને આ વર્ષે ધોવાઇ પણ ગયો..!!

વાંકાનેર: આ સરકાર કામ તો ઘણા બધા કરે છે પણ બધાય રૂપકડા કરે છે. દેખાવમાં તો મસ્ત લાગે પણ ટકવાનું તો નામ નથી લેતું..!!! કોઈ પણ કામ હોય એ વિસ્તારના નસીબ જો સારા હોય તો એકાદ વર્ષ ટકી જાય બાકી તો છ મહિનામાં હતું નહોતું થઈ જાય છે. પણ એ તો કહેવું જ પડે કે સરકારી છાતી ભારે મજબૂત હો ગુજરાત ભરમાં આવા અનેક કિસ્સા બન્યા પણ એમના પેટનું પાણી નથી હલતું હો..!!! આવું જ વાંકાનેર તાલુકાના ખેરવા ગામે બન્યું છે. હજુ તો નદી પરનો બેઠો પુલ ગયા વર્ષે બન્યો અને આ વર્ષે હજુ નદીમાં નનકડુક પુર (આમ તો રેગાળો જ કહેવાય) આવ્યું ત્યાં બેઠો પુલના પોપળા બેઠા થઈ ગયા..!!! આને જ કહેવાતું હશે ને ભ્રષ્ટાચારનું ભૂત…!!!

આજે વરસાદની ખૂબ જ આગાહી વચ્ચે વાંકાનેર તાલુકાના ખેરવા ગામે સવારે લગભગ દોઢ ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને નદીમાં સામાન્ય પાણી આવ્યું ત્યાંજ ગયા વર્ષે જ બનેલો બેઠો પુલ/કોઝવે આ વર્ષના સામાન્ય વરસાદમાં ધોવાય ગયો છે. ખેરવા ગામના બસ સ્ટેશનથી ખેરવા જતાં વચ્ચે આવતી નદી ઉપર બેઠો પુલ છે જે ખેરવા, વણઝારા અને ઘીયાવડ ગામને જોડતો રસ્તો અને પુલ છે જ્યાં વધું વરસાદ હોય ત્યારે ખૂબ જ પાણી આવે છે અને થોડા સમય માટે રસ્તો અને પુલ બંધ થઈ જાય છે.

જોકે આજે સવારના સામાન્ય વરસાદથી આવેલા સામાન્ય પુરમાં આ પુલની છત રૂની પૂણી ની જેમ ઉખડીને ધોવાઈ ગઈ અને છતના પોપડાં પુલની નીચેની બાજુએ નદીમાં ધોવાયને જતાં રહ્યાં છે. હવે આ પુલ ઉપર વાહન ચાલી શકે તેવી સ્થતી રહી નથી કારણ કે જ્યારે બેઠાં પુલ ઉપર પાણી જતું હોય ત્યારે ઉખલી ગયેલા પુલ ઉપર જોખમ વધી જાય છે. ગયા વર્ષે ચોમાસા બાદ બનેલો આ પુલ એક ચોમાસુ પણ સહન કરી શક્યો નથી અને તૂટી ગયો છે. એનો મતલબ કે કામમાં ગેરરીતિ થઈ હશે એ નક્કી છે.

ખેરવા, વણઝારા અને ઘીયાવડના લોકોની ત્વરિત માંગ આ પુલને નવેશર બનાવી થોડી વધું ઊંચાઈ આપવામાં આવે અને નીચે વધું ભૂંગરા મુકવામાં આવે અને કામમાં ભ્રષ્ટાચાર ન થાય એવો પુલ બને એવી માંગ ઉપરોક્ત ત્રણ ગામના લોકોએ કરી છે. (Photo by Gani Patel, Kherva)

આ સમાચારને શેર કરો