વાંકાનેર

વાંકાનેર: રંગપરમાં મળેલા અજાણ્યા આધેડની લાસ મળી, વાલી-વારસની શોધખોળ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે અજાણ્યા આધેડની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે જઈને બનાવની નોંધ કરી આધેડની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વાંકાનેરના રંગપર ગામની સીમમાં વેન્ટો કારખાના તરફ જવાના રસ્તે પીઠુભાઈ ભુપતભાઇ ખાચરના ખેતરમાં લીમડાની ડાળમાં લોખંડના વાયર સાથે ગળાફાંસો ખાઈ લીધેલ હાલતમાં એક આધેડની લાશ મળી આવી છે. જેની ઉંમર અંદાજે 45થી 50 વર્ષ જણાઈ રહી છે. આ આધેડે શરીરે કાબર ચિતરો (સફેદ તથા કોફી) કલરની આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ તથા શિવ ત્રોફાવેલ છે. તથા જમણા હાથની કલાઈ ઉપર જય ચામુંડા ત્રોફાવેલ છે. ડાબા હાથમાં અંગ્રેજીમાં ‘s’ ત્રોફાવેલ છે.

જો કોઈ આ આધેડ વિશે માહિતી જાણતા હકી તો તેઓને વાંકાનેર તાલુકા પોલીસ મથક મો.નં. 02828 200665 તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા મો.નં. 8320861036 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો