માળીયા મિયાણા

માળીયા (મી): મોટાભેલા અને ભાવપર વચ્ચે બાઇક સ્લીપ થતા યુવાનનું સારવારમાં મોત, પરિવારમાં શોક

માળીયા મીયાણા: માળીયા મીયાણા તાલુકામાં માર્ગ અકસ્માતનો એક કરુણ બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક સ્લીપ થવાથી ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગતો મુજબ, માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ભાનુબેન કારાભાઈ મુછડીયા (ઉં.વ. ૬૦) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો દીકરો કિશોરભાઈ કારાભાઈ મુછડિયા (ઉં.વ. ૩૫) પોતાનું બાઇક (GJ 36 AM 9653) લઈને મોટાભેલા ગામથી ભાવપર ગામ વચ્ચે આવેલા ગાય માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે, કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે કિશોરભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદમાં ચાલુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

આ સમાચારને શેર કરો