વાંકાનેરમાં મિત્રની પ્રથમ માસિક પુણ્ય તિથિએ સત્કાર્યનો પ્રારંભ…
વાંકાનેર: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ વાંકાનેરની શુભ શરૂઆત તારીખ ૨૬/૦૧/૨૫ ના રોજ કરવામાં આવી છે. સ્વ. હાર્દિકભાઈ દોશીની પ્રથમ માસિક પુણ્ય તિથિ નિમિત્તે દિવસ દરમ્યાન વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા. જેમાં અર્હમ યુવા સેવા ગ્રુપનું મિશન સમગ્ર દેશના Front line workers ની રાષ્ટ્ર પ્રત્યેની સેવાને બિરદાવી તેઓનો આભાર માની તેઓને એનર્જી પેકેટમાં ડ્રાય ફ્રુટનું વિતરણ કરવાનું હતું..તે અંતર્ગત સૌ પ્રથમ કાર્ય વાંકાનેરના શ્રી અમરસિંહજી કેમ્પસમાં મોરબી જિલ્લાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કલેકટર,ડેપ્યુટી કલેક્ટર,ડીડીઓ, મામલતદાર, નાયબ મામલતદાર,જિલ્લા કક્ષાના વિવિધ ઓફિસર,તથા પોલીસ કર્મચારીઓનો તેમની દેશ પ્રત્યેની સેવાને બિરદાવી તેઓને સન્માન આપી ડ્રાય ફ્રુટના એનર્જી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાદમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર,નર્સ તથા કર્મચારીની ટીમની સેવાને બિરદાવી એનર્જી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર વાંકાનેર નગરપાલિકાના ફરજ બજાવતા તમામ સફાઈ કામદારો તથા પત્રકારોના કાર્યોને બિરદાવી એનર્જી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાંકાનેર જૈન સંઘના ઉપાશ્રયમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ નવકાર મંત્ર તથા પરમ પ્રભાવક શ્રી ઉવસગ્ગ હર સ્ત્રોત્ર ના જાપ કર્યા હતા.
આ સિવાય ગાયોને ખોળ ગોળનું ઉંધીયું તથા કૂતરાઓ ને દૂધ ખીચડી ખવડાવવા માં આવ્યા હતા.
આ સમગ્ર પ્રવૃત્તિઓમાં અર્હમ યુવા સેવા ગ્રુપ ના ૧૧ સભ્યોએ તથા સ્વ.હાર્દિક ભાઈ દોશીનો પરિવાર તથા તેમના જૈન તથા જૈનેતર મિત્રો એ સેવા આપી ધન્યતા અનુભવી પરમ ગુરુદેવનો આભાર માન્યો હતો.




