Placeholder canvas

અબડાસા: દાવત એ મુસ્તફા દ્રારા જરૂરતમંદ લોકોમાં બ્લેંકેટનું વિતરણ કરાયું

અબડાસા: દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થા તરફથી વિંઝાણ અને આજુબાજુના વિસ્તારમાં જરૂરતમંદ લોકોમાં ગરમ બ્લેંકેટ મફત વિતરણ કરવામાં આવ્યા

અબડાસા તાલુકોએ રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડતો વિસ્તાર છે. અહીં અમુક જરૂરતમંદ પરીવારોની વેદના સમજીને આજે વિંઝાણ ગામ મધ્યે દાવત એ મુસ્તફા અબડાસા સંસ્થા તરફથી મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા સૈયદ સલીમબાપુ દ્વારા જરૂરતમંદ લોકોમાં ગરમ બ્લેંકેટનું વિતરણ કરવામાં આવ્યા હતા.

આ વિસ્તારમાં “દાવત એ મુસ્તફા અબડાસા” સંસ્થા હમેશા સેવા કરતી રહે છે તેમજ આગળ પણ આવા નેક કાર્યો કરતી રહેશે તેવુ સંસ્થાના મહામંત્રી રજાક હિંગોરા જણાવેલ છે.

આ સમાચારને શેર કરો