Placeholder canvas

મોરબીમાં અમદાવાદની પરિણીતાને કામ આપવાની લાલચ આપીને કર્યુ સામુહિક દુષ્કર્મ

મોરબીમાં અમદાવાદની પરિણીતા પર ગેંગરેપની ફરિયાદ અમદાવાદ બીડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાને મોરબીનાં કારખાનામાં નોકરીની લાલચ આપીને મોરબી બોલાવીને કારમાં બેસાડી હતી. જે બાદ તેને કુબેર ચોકડી પાસેનાં કારખાનામાં લઇ જઇને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ પરિણીતાએ હિંમત કરીને અમદાવાદ પરત ફરી હતી. ત્યાં તેણે અમદાવાદ બીડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદમાં રહેતી પરિણીતાએ અમદાવાદનાં મુકેશ પટેલ, રમેશભાઈ અને જયદીપભાઈ સામે સામુહિક દુષ્કર્મની અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી છે. આરોપી મુકેશ પટેલે પરિણીતાને મોરબીમાં આવેલા એક કારખાનામાં કામ અપાવી દેવાની લાલચ આપી હતી. જેથી પરિણીતાને મોરબી આવવા કહ્યું હતું. પરિણીતા મોરબીનાં કારખાનામાં નોકરી મેળવામાં માટે આરોપીના વિશ્વાસમાં આવી જઈને ગત 17 નવેમ્બરનાં રોજ મોરબી આવી હતી. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપીઓ પરિણીતાને સફેદ રંગની આઈટવેન્ટી કારમાં બેસાડીને મોરબી નજીક કુબેર ચોકડી પાસે આવેલ કારખાનામાં લઈ ગયા હતા જ્યાં તેની પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

પરિણીતાએ અમદાવાદનાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ આ ઘટના મોરબીની હોવાને કારણે મોરબી મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો