Placeholder canvas

વાંકાનેર: સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

વાંકાનેર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારની સીમમાંથી છ માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે

વાંકાનેર સીટી નજીક આવેલ સિરામિક કારખાનામાંથી સગીરાને ભગાડી અપહરણ કરનાર ઇસમ અને ભોગ બનનાર બંને વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોવાની બાતમી મળતા ટીમે તપાસ કરી હતી જેમાં આરોપી દિનેશ ગુલુભાઈ ગુંડિયા (ઉ.વ.૩૦) રહે હાલ એમપી વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં આવી છે. આરોપી વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોપવામા આવ્યો છે.

આ સમાચારને શેર કરો