Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા દૂધ મંડળીની 25મી વર્ષિક સાધારણ સભા યોજાઈ…

વાંકાનેર; તાલુકાના પંચાસીયા ગામની શ્રી પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની 25 મી વર્ષિક સાધારણ સભા યોજાઈ….

આ પંચાસીયા દૂધ મંડળીની મળેલ સાધારણ સભામા આ મંડળીમા સૌથી વધુ દૂધ ભરતા પ્રથમ ત્રણ ગ્રાહકને સાલ ઓઢાળીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર (1) હીરાભાઈ ભુભરિયા ને પ્રમુખ નજરૂદિન ખોરજીયા દ્રારા સન્માનિત કર્યા હતા, હીરાભાઈએ વર્ષ દરમિયાન 1210949 રૂપિયાની કિંમતનું દૂધ ભારાવેલ છે, અને (2) હારુન હાજીભાઈ બાદીને મંડળીના પૂર્વ પ્રમુખ માથકિયા મો.રફીક દ્રારા સન્માનિત કર્યા હારુનભાઈએ વર્ષ દરમિયાન 724819 રૂપિયાની કિંમતનું દૂધ ભારાવેલ છે.જ્યારે (3) જાહિદ વલીભાઈ બાદીને મંડળીના પૂર્વ પ્રમુખ બાદી ઉસ્માનભાઈ દ્રારા સન્માનિત કર્યા હતા તેઓએ વર્ષ દરમિયાન 678951 રૂપિયાની કિંમતનું દૂધ ભારાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચાસીયા દૂધ મંડળીના વિરોધમાં આ મંડળીમાં ગેરરીતિ આચરીને મોટો ભ્રષ્ટાચાર થયો છે અને ખોટું થઈ રહ્યું છે તેવી રજુઆતો કરવામાં આવી હતી જેમને અનુસંધાને તપાસ અધિકારી નિમીને આ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી હતી, જેમનો રિપોર્ટ આવી ગયેલ છે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મંડળીમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયેલ નથી. આમ આખરે દૂધ ઉત્પાદન અને વેચાણ કરતી દૂધ મંડળી પર લાગેલ આક્ષેપમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે.

અહીં એ પણ ઉલ્લેખનિય છે કે પંચાસીયાનું રાજકારણ હાલમાં કાવા દાવાની પરાકાષ્ઠાએ છે. જેમાં દૂધ મંડળીમાં તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું પરંતુ હજુ પંચાસીયાની કિસાન સેવા સહકારી મંડળી લી.ની થયેલ ગુપ્ત ચૂંટણીનો મામલો છેક હાઇકોર્ટમાં છે અને હાલમાં આ મંડળીમાં વહીવટદાર નીમવામાં આવેલ છે.

આમ એક વખત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના બંને ઉમેદવાર પંચાસીયાના હોય અને બંને ઉમેદવાર અલગ-અલગ જુથમાં થી આવતા હોવાના કારણે સમગ્ર ગામ એક થઈ ગયું હતું. પરંતુ રાજકારણની વધુ પડતી મહત્ત્વાકાંક્ષા અને હું કહું એમ જ થવું જોઈએ આવી જીદના કારણે આ ગામની એકતા રાજકારણે છિન્નભિન્ન કરી નાંખી છે. હાલમાં ગામ રીતસરના બે ભાગ ભાગમાં વહેચાય ગયું છે. આના વરવા પરિણામો કદાચ આવનારા વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

આ સમાચારને શેર કરો