Placeholder canvas

15 વર્ષની સગીરાનું અપહરણ: સગીર આરોપી જ ભગાડી ગયો!

રાજકોટ : રાજકોટના ભકિતનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરાને 16 વર્ષનો સગીર ભગાડી જતા બંનેના પરિવારજનો અને પોલીસમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકે સગીર આરોપી સામે ગુનો નોંધાવ્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી સગીર અને ભોગ બનનાર સગીરા બંને એક વિસ્તારમાં રહે છે અને પાડોશી પણ છે. આરોપી કિશોરે કોઇ રીતે સગીરાનો સંપર્ક સાંધેલો અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દરમિયાન આરોપીએ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હતી. સગીરા ધો. 12માં અભ્યાસ કરતી હતી અને નિયમિત સ્કુલે જતી હતી. ગઇકાલે તે સ્કુલે ગઇ હતી પણ સાંજ પડયા છતાં ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અડોશ-પડોશ અને સગા-સંબંધીઓ, સગીરાની બહેનપણીઓના ઘરે તપાસ કરવા છતાં સગીરા ન મળતા અંતે 16 વર્ષનો કિશોર પણ ગુમ હોય મળતો ન હોય આ કિશોર જ તેણીને ભગાડી-અપહરણ કરી લઇ ગયો હોવાનું જણાતા પોલીસમાં જાણ કરાઇ હતી. પોલીસે આઇપીસી 363, 366 મુજબ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી વગેરે તપાસતા આરોપી સગીરા સ્કુલેથી છુટી ત્યારે ભગાડી ગયાનું જાણવા મળેલ છે.

આ સમાચારને શેર કરો