વાંકાનેર: એલ.કે.સંઘવી ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીનીઓ માટે થેલેસેમીયા ચેકઅપ કેમ્પ iti માં યોજાયો.

વાંકાનેર: આજરોજ શ્રીમતી એલ કે સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ – વાંકાનેર માં શાળામાં ભણતી ધોરણ 10,11અને 12 વિદ્યાર્થીની બહેનોએ વાંકાનેર આઈટીઆઈ ખાતે લઈ જઈ આઈટીઆઈ દ્વારા આયોજિત થેલેસેમિયા અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પમાં 150 જેવી બહોળી સંખ્યામાં હાજરી આપી થેલેસેમિયા ચેકઅપ કરાવી અને થેલેસેમીયા રોગની ગંભીરતાની માહિતી મેળવી હતી.

આજના સમયમાં જે ચેકઅપના 1000 રૂપિયા થાય તે વિદ્યાર્થીની બહેનોને તદ્દન નિશુલ્ક કરવામાં આવ્યું હતું તે બદલ શાળાના આચાર્ય દર્શનાબેન તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા હતો.

આ સમાચારને શેર કરો