વાંકાનેર

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૩,૭૨,૧૨૮/- ની કિમતના કુલ-૨૨ જેટલા

ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતી વાંકાનેર સીટી/તાલુકા પોલીસ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ સાહેબ નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય માર્ગદર્શન હેઠળ અમે પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સપેક્ટર વી.બી.પટેલ વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી/તાલુકા.પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી/તાલુકા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ હંસાબેન દેવજીભાઇ પાપોદરા તથા પો.કોન્સ જગદીશભાઇ રમેશભાઇ રંગપરાનાઓએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના કુલ-૨૨ જેટલા આશરે ૩,૭૨,૧૨૮/- ની કિંમતના મોબાઇલો પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે.એ સુત્ર વાંકાનેર સીટી/તાલુકા પોલીસ એ સાર્થક કરેલ છે

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ.જાડેજા તથા પોલીસ ઇન્સપેક્ટર વી.બી. પટેલ પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વાઘડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કેન્સ. રાણીંગભાઇ ખવડ તથા દર્શીતભાઇ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલા તથા જગદીશભાઇ રંગપરા તથા પો.હેડ.કોન્સ.હંસાબેન પાપોદરાનાઓ જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો