શિક્ષકદિન: “૨૦મી સદીની એક મહાન શિક્ષિકા, એન સુલિવાન”

“ગ્રેટ ટીચર્સ ઓફ ધ વર્લ્ડ” લખી ગૂગલમાં સર્ચ કરતા આઈન્સ્ટાઈન, એરિસ્ટોટલ, માર્ક ટ્વેઇન, ડો.રાધાક્રિશ્નન, ડો. કલામ …… વગેરે જેવા ૫૦ થી ૬૦ જેટલા મહાન શિક્ષકોની ની યાદી ફોટોગ્રાફ સહિત ડિસ્પ્લે થાય છે. જેમાં દ્વિતીય ક્રમે આમ જનતામાં બહુ પરિચિત નહિ તેવું એક નામ “એન સુલિવાન (Anne Sullivan)” પણ જોવા મળે છે. આ શિક્ષિકાની સૌથી મોટી ખૂબીની વાત એ છે કે તેણે પોતાની ૪૯ વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં માત્ર એક જ વિદ્યાર્થીનીને ભણાવી ને આ ઊંચાઈ પ્રાપ્ત કરી હતી . એ વિદ્યાર્થીની એટલે બીજું કોઈ નહિ પરંતુ મહાન શિક્ષકોની યાદીમાં પ્રથમ ક્રમે દેખાતા હેલન કેલર હતા.

૧૪ એપ્રિલ, ૧૯૬૬ ના રોજ આયર્લેન્ડમાં જન્મેલ અને યુ.એસ.માં સ્થાયી થયેલ એન સુલિવાનની બચપણથી જુવાની સુધીની સફર અતિશય કઠણાઈ અને અનિશ્ચિતાઓ ભરી રહી હતી. ૫ વર્ષની ઉંમરે ટ્રેકોમા (આંખનો એક જીવાણુજન્ય ચેપી રોગ) ના કારણે આંખ ક્ષતિગ્રસ્ત થતા નજર નબળી પડી ગઈ. ૮ વરસની ઉંમરે માતા મૃત્યુ પામતા પિતાની અક્ષમતા અને અણબનાવ કારણે મિસ સુલિવાને પોતાના ભાઈ સાથે ટેકસબરીના ભિક્ષાગૃહમાં આશ્રય લેવો પડ્યો . જ્યા ચાર-છ મહિનામાં તેનો ભાઈ પણ મૃત્યને શરણ થયો. પરંતુ મિસ સુલિવાન હિમ્મત હારી નહિ. જીવનમાં કઈંક કરી છૂટવાના મજબૂત ઈરાદા સાથે મસ્સાચુએટ્સ (યુ.એસ.)ની “પર્કીન સ્કુલ ફોર બ્લાઇન્ડ” માં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેણી આંધળા અને બહેરા-મૂંગાને ભણાવવાની અદભુત ટ્રીકો શીખી અને ૨૦ વર્ષની ઉંમરે પર્કીન સ્કુલ ફોર બ્લાઇન્ડ ની પહેલી મહિલા ગ્રેજ્યુએટ થઇ. જીવનમાં અને ઈશ્વરમાં આપાર શ્રધ્ધા ધરાવનાર મિસ સુલિવાનની જીવન યાત્રા અહિંયાથી આખરી શ્વાસ સુધી હેલન કેલર સાથે ગ્રુરુ, સખી અને મદદનીશની ભૂમિકામાં રહી.

૨૦મી સદીના શ્રેઠતમ કેળવણીકારો કે દાર્શનિકોમાં ગૌરવભર્યું સ્થાન ધરાવનાર અને બચપણથી જ આંધળા-બહેરા તેમજ બોલતા ન શીખેલા એવા હેલન કેલરના ઘડતરમાં એન સુલિવાન સંપૂર્ણ સમર્પિત થઇ ગયા હેલન એની બાયો ગ્રાફીમાં લખે છે એ મુજબ ” મારા ટીચર મિસ સુલિવાન શરૂઆતમાં ઢીંગલી (doll) રમવા આપતા અને મારી હથેળીમાં પોતાની આંગળી વડે કોઈ ચોક્કસ મુવમેન્ટ કરતા અને મને તેવું કરવા પ્રેરતા. એ રીતે મને જ્ઞાન કરાવ્યું કે રમવા આપેલ વસ્તુનું નામ doll છે” બીજો એક પ્રસંગ નોંધાતા હેલન જણાવે છે કે “એક વખત બગીચામાં ફરતા ફરતા અચાનક જ મિસ સુલિવાન મને પાણીના નળ પાસે લઇ ગયા. મારી એક હથેળી નળ નીચે રાખી નળ ચાલુ કર્યો અને બીજી હથેળીમાં આંગળીની મુવમેન્ટથી લખ્યું w-a-t-e-r” તો આ રીતે સ્પર્શની અનુભૂતિ થકી હથેળીને આધાર બનાવી મિસ સુલિવાને હેલન ને પ્રાથમિક તબક્કે ૬૦૦ જેટલા શબદો શીખવ્યા અને જ્ઞાન કરાવ્યું કે પૃથી પરની દરેક વસ્તુ, જીવ, ઘટના, સ્થિતિ … વગેરેના કોઈ ને કોઈ નામ હોય છે. દરેક નામે હેલન ના દિમાગમાં નવા વિચાર ને જન્મ આપ્યો. જીજ્ઞાશા વૃત્તિ તીવ્ર બનતા હેલન મિસ સુલિવાની હથેળીમાં પ્રશ્ન પૂછતી અને મિસ સુલિવાન હેલનની હથેળીમાં જવાબ આપતા…

શીખવવાના બીજા તબક્કામાં મિસસુલીવાન કોઈશબ્દકે વાક્ય બોલતાત્યારે હેલનનો એક હાથ પોતાના હોઠ પર મુકાવતા અને બીજો હાથ એમની સ્વરપેટીપર મુકાવતા અને હોઠનું હલનચલન અને સ્વરપેટીના કંપનોની અનુભૂતિ કરાવતા. હેલન ને પણ તેવું કરવા પ્રેરતા. ધીરે ધીરે હેલન નો અવાજ પણ નીકળવા માંડ્યો અને બહુ ઊંડું ઊંડું સંભળાવા પણ લાગ્યું. મિસ સુલીવાને હેલનને બ્રેઇલ અને નોર્મલ ટાઈપરાઈટર પણ શીખવ્યા. ખૂબીની વાત તો એ છે કે આ બધું હેલનને કોઈ રમત જેવું અને રસપ્રદ લાગતું હતું. એમાં કમાલ હતી મિસ સુલીવાનના ત્યાગ અને સમર્પણની. મિસ સુલીવાને હેલનના જીવનમાં સર્જેલ ચમત્કાર એ આ પૃથ્વી પરની કવચિત ઘટનાઓ પૈકીની એક હતી.

બચપણથી ટ્રેકોમાં ગ્રસ્ત આંખો અને વારંવારની સર્જરીને કારણે આ મહાન શિક્ષિકાએ 1935 પછી જિંદગીના આખરી દિવસો સંપૂર્ણ અંધાપા સાથે ગાળ્યા હતા . ૨૦ ઓક્ટોબર, ૧૯૩૬ મા આ ફાની દુનિયાને અલવિદા કહી વોશિંગટન ના એક કેથોલિક ચર્ચમાં સમાધિસ્થ થયા. 1968મા જ્યારે હેલન કેલરનું અવસાન થયું તો તેમને પણ બિલકુલ એમની બાજુમાં જ સમાધિ આપવામાં આવી …..
તમામ સારસ્વત મિત્રોને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા…

-અબ્દુલ ભાલારા – ૯૯૨૫૦૫૦૫૯૫
(મોહમ્મહદી લોકશાળા – વાંકાનેર)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો