Placeholder canvas

વાંકાનેર: જકાતનાકા પાસે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચા નો ચમચો ફટકરાયો

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ત્રણ શખ્સોએ હુમલો કરી કપાળમાં ચા બનાવવાનો ચમચો ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને આરોપી કાળુભાઇ મોગલ, અકબર ફકીર અને એક અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ચા બનાવવાના ચમચા વડે કપાળમાં નેણ પાસે ઘા ઝીકી દેતા ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો