વડોદરાના મેયરના વોર્ડમાં નળમાં પાણીના બદલે ચા આપવામાં આવે છે.!
વડોદરાના મેયરના વોર્ડમાં તેમને પોતાના મતદારો માટે ખાસ સ્પેશ્યલ સુવિધા આપી છે. જેમાં તેઓ પાણીના નળમાં જ તેમના મતદારોને ચા આપી રહ્યા છે. આ વાંચીને આપને નવાઈ તો જરૂર લાગશે પણ આ ખરી હકીકત છે. કે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં નળમાંથી પાણી નહીં ચા બહાર આવી રહી છે.
આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા એટલું બધુ ખરાબ પાણી આપવામાં આવે છે કે તેમને પાણી નહીં પણ ચા કહેવી જોઈએ આ બાબતે ઉગ્ર રજૂઆતો થઇ છે જ્યારે બીજી તરફ આ અંગે તંત્રનું કહેવું છે કે પાણીની લાઇનમાં લિકેઝ થયું છે, આ લિકેઝ મળતુ ન હોવાથી આ સમસ્યા સર્જાઈ છે.
સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે વોર્ડ નંબર 10માં ગંદુ પાણી આવી રહ્યાની ફરિયાદ છે તે શહેરના મેયર જીગીશાબેન શેઠનો મત વિસ્તાર છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકો પહેલાથી જ ગંદા પાણીની સમસ્યાથી પીડિત હતા, હવે પશ્ચિમ વિસ્તારનો વારો આવ્યો છે. આ અંગે મહિલાઓએ હૈયાવરાળ ઠાલવતા કહ્યુ કે, આવા પાણીથી ઘરમાં પોતા પણ નથી કરી શકાતા.
“પાણી એટલું દુષિત આવી રહ્યું છે કે આ પાણી પીવા માટે તો શું કપડાં ધોવા માટે પણ વાપરી શકાતું નથી. છેલ્લા પાંચ-છ મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…