ગુજરાત

હવે તરણેતરનો મેળો પણ નહીં થાય..!! ગ્રામ પંચાયતે કર્યો સર્ક્યુલર ઠરાવ કરીને કલેકટરને કરી જાણ…

સમગ્ર ગુજરાતમાં તરણેતરનો મેળો ખૂબ મહત્વ ધરાવે છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો મેળામાં ઊંમટી પડતા હોય છે સમગ્ર ગુજરાત જ નહીં બહારના અને માત્ર ભારતના જ નહીં વિદેશના ઘણા લોકો પણ આ મેળામાં જ જોવા મળે છે. આ મેળાનું સંચાલન તરણેતર ગ્રામ પંચાયત કરે છે, પરંતુ વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિમાં તરણેતર ગ્રામ પંચાયતે મેળાનું આયોજન કરવાની ના પાડી દીધી છે.

મળેલી માહિતી મુજબ તરણેતર ગ્રામ પંચાયતની ગઈકાલ એટલે કે તારીખ 28/8/2024 ના રોજ મીટીંગ મળી હતી તેમાં આગામી તારીખ 6/9/2024 થી તારીખ 9/9/2024 સુધી તરણેતર ના મેળાનું આયોજન કરવાનું હતું જે વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિ ના કારણે આજુબાજુના તમામ નાના મોટા ડેમો ચેક ડેમો ઓવરફલો થઈ ગયા છે. તેમજ નદીમાં પાણી વહી રહ્યા છે, ત્યારે જો આ સમય દરમિયાન ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ તરણેતરને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ જાય તેમ છે. જેથી લોકમેળામાં પધારનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ સ્થાનિક આફત સર્જાય તેમ હોય, જેથી તરણેતર ગ્રામ પંચાયત વર્ષ 2024 નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાના હસ્તક કરવા માંગતી નથી.

તરણેતર ગ્રામ પંચાયતે આવો એક સર્ક્યુલર ઠરાવ કરીને સુરેન્દ્રનગર કલેકટરને જાણ કરી દીધી છે હવે આ બાબતે કલેક્ટર નિર્ણય લેશે. ત્યારે જવું એ રહ્યું કે તરણેતરનો મેળો થશે કે નહીં ? પરંતુ અત્યારે તો તરણેતર ગ્રામ પંચાયતે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાથ ઊંચા કરી દીધા છે.

આ સમાચારને શેર કરો