Placeholder canvas

ટંકારા: શ્રમજીવી યુવાને પૈસા અને ડોક્યુમેન્ટ સાથે પાકીટ મળી આવતા મુળ માલિકને જાણ કરી સુપ્રત કર્યુ.

ટંકારા ટાઉનમાં ગઈ કાલે બપોરના સુમારે જયંતીલાલ પ્રભુભાઈ ખોખાણીનું મેઈન બજારમાં પૈસા અને અગત્યના ઓરીજનલ કાગળો, પાનકાર્ડ, આધાર કાર્ડ, એટીએમ, પીયુસી, આર સી બુક, વગેરે ભરેલું પાકીટ પડી ગયેલ હોય જે પાકીટ મજુર વર્ગની વ્યક્તિ અને એક હાથે દિવ્યાંગ પણ ઈમાનદાર અને પ્રામાણિકતા થી છલકાતા એવા જગદીશભાઈ જાદવ ને મળતા તે પાકીટ લઈને ટંકારા ગ્રામ પંચાયત કચેરીમાં આવી સલીમભાઈ પટાવાળા ને સુપ્રત કરી પાકીટ ના માલિકને ફોન કરી રૂબરૂ બોલાવી ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં હાથોહાથ આપી ઈમાનદાર નાગરિક તરીકેની જવાબદારી નિભાવી હતી ત્યારે આ મનાવતા વાદી ઉમદા કાર્યની પંથક આખામાં પ્રશંસા કરવામા આવી રહી છે.

આ સમાચારને શેર કરો