Placeholder canvas

ટંકારા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે એડવોકેટ અલ્પેશ દલસાણીયાની વરણી

ટંકારા: આજ રોજ ટંકારા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના સભ્યોએ કમિટીના અધ્યક્ષ ચુટી કાઢવા બેઠક યોજી હતી જેમા નેકનામ બેઠકના યુવા એડવોકેટ એન્ડ નોટરી અલ્પેશ દલસાણીયા ભાજપે અગાઉ આપેલ મેન્ડેટ મુજબ ચુંટાઈ આવતા ટંકારા સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા સંગઠન મોરબીના નરેન્દ્રસિંહ ઉપ પ્રમુખ દિનેશ વાધરિયા રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ પટેલ યાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભવાનભાઈ ભાગિયા સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા પ્રભુભાઈ કામરીયા, વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, સંજયભાઈ ભાગીયા, કાનાભાઈ ત્રિવેદી ભાવિન સેજપાલ હસુભાઈ દુબરીયા સહિતના મોટી સંખ્યામાં હોદેદારો હાજર રહ્યા હતા.

કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અલ્પેશ ચુનીલાલ દલસાણીયા સભ્યોમાં નીમુબેન ડાયાલાલ ડાંગર, મણીલાલ ડાયાલાલ કુંડલીયા, અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા, રમિલાબેન લાલજીભાઈ દેત્રોજા, સલિમભાઈ હાસમભાઈ અબ્રાણી, પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો