Placeholder canvas

સગી દિકરી સાથે શરીર સંબંધ બાંધનાર નરાધમને ઢળતી સાંજે ટંકારા પોલીસે દબોચી લીધો.

ટંકારા: સગી દિકરી સાથે શરીર સંબંધ બાંધનાર નરાધમને ઢળતી સાંજે ટંકારા પોલીસે દબોચી આજે મોરબી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ પર સોંપ્યો. આરોપી નામાંકિત સંતનો અનન્ય ભક્ત નિકળ્યો નિત્ય સવાર સાંજ કલાકો સુધી પુજા પાઠ કરતો અને ધરે એકલતાનો લાભ લઈ શરીર ચુથતો

કઠણ કાળજાના ખાખીને પણ હચમચાવી સમાજમાં શર્મશાર અને જધન્ય અપરાધ સમો સગો બાપ પોતાની સગીર વયની દીકરી ઉપર નજર બગાડી પાંચેક વર્ષ સુધી દેહ અભડાવી ધાક ધમકી આપી મારકુટ કરતો રહો એવા નરાધમ વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયાના કલાકો બાદ ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઢળતી સાંજે નરાધમને પકડી પાડયો હતો અને આજે મોરબી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને એક દિવસ સુધી પોલીસ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

આ નરાધમ એક નામાંકિત સંતાનો અનન્ય ભક્ત હોવાનું જાણવા મળ્યું છે તદ ઉપરાંત દૈનિક સવારે અને સાંજે કલાકો સુધી પુજાપાઠ કરી ધાર્મિક પુસ્તકોનો પટારો ભરી રાખતો હતો. અને ધરેથી જ્યારે કામકાજ બાબતે પરીવારના સભ્યો બહાર હોય ત્યારે આ હવસખોર દિકરી સાથે જાતિય શોષણ કરતો હતો.

ટંકારા ફોજદાર એચ આર હેરભા, રાઈટર જીતુભાઇ, ખાલિદખાન રફિકખાન સહિતના મહિલા કર્મચારી દ્વારા તપાસ હાથ ધરી રહા છે. સોમવારે કોટ સમક્ષ ભોગબનનાર ફરીયાદીનુ નિવેદન નોંધાશે એ માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો