Placeholder canvas

ટંકારા: શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ…

ટંકારા ધારાસભા સામાન્ય ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

ટંકારા પોલીસ મથકના થાણા અમલદાર એચ આર હેરભા ની અધ્યક્ષતામાં શહેરના રાજમાર્ગો ઉપર સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. ઉપરાંત અન્ય બટાલિયન જવાનો પણ જોડાયા હતા જેમા લુખ્ખા તત્વો કે અન્ય છમકલા થકી ચુંટણી મા ખલેલ ન પહોંચે અને શાંતિ ના વાતાવરણ મા મતદાન થાય એ માટે સુરક્ષા જવાનોએ કમર કસી છે.

આ ઉપરાંત ટંકારા તાલુકાના લજાઈ વિરપર હડમતિયા સહિતના ગામોમાં પણ ફલેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આગોતરા આયોજન ધડી કાઢ્યા હતા.

આ સમાચારને શેર કરો