Placeholder canvas

66 ટંકારા બેઠકમાં લલિત કગથરાને કોંગ્રેસે ફરી પાછા ચુંટણી મેદાનમાં ઉતાર્યા

66 ટંકારા બેઠક ઉપર ચાર વખત વખત ચુંટણી લડેલા લલિત કગથરાને કોંગ્રેસે આ વખતે ફરી પાછા પક્ષના મેન્ડેટ સાથે ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ 2017મા હાર્દિક પટેલના ગુર્પ માથી લડયા અને જીત્યા એક વખત કોગ્રેસ સામે બાયો ચડાવી પતંગ પણ ઉડાવી ચુક્યાં છે.

શંકરસિંહ વાઘેલાના જુથના કગથરા વાક્ચાતુર્ય થકી મતદારો પર ખાશી પકડ ધરાવે છે. વિપક્ષમા હોવાથી વિસ્તારને અનેક વિકટ સમસ્યા પણ સહન કરવી પડી. પાંચ વર્ષ માં કહું એ મુજબ કરી ન શક્યા હોય લોકોમાં નારાજગી પણ જોવા મળે છે ટંકારા પડધરી અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આ બેઠકમાં આવે છે જેમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો જાળવી ન શક્યા હોય આ વખતે મુશ્કેલી સર્જી શકે છે.

સહકારી ક્ષેત્રના ભિષમપિતા સ્વ વાધજી બોડા વિના આ વખતે કોગ્રેસના કગથરા મેદાનમાં ઉતરશે ત્યારે સહકારી ક્ષેત્રમાં સમસ્યા ઉભી થશે જે માથાના દુઃખાવા સમાન બની રહશે.

આ સમાચારને શેર કરો