ટંકારા: સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ

ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને એક શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની ટંકારા પોલીસ મથકેથી મળેલ માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી સગીરાને ગત તા.૯ ના રોજ આરોપી નરેશભાઈ સરદારભાઈ પલાસ (રહે. મુળ આમલીમેનપુર, તા.ધાનપુર, જી.દાહોદ, હાલ ટંકારા)એ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •