Placeholder canvas

ટંકારા: હરીપર ભુતકોટડા ગામે એફ્પો સંસ્થા દ્રારા મહિલા માટે માર્ગદર્શન શીબીર યોજાય

ટંકારાના હરીપર ભુતકોટડા ગામે એફ્પો સંસ્થા તથા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા એલજીના ગુર્પને સ્વ સહાય જુથ યોજના, કેવાઈસી તથા અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપી સોશ્યલ એક્ટિવિટી, સરકારની સહાય યોજના, ડોક્યુમેન્ટ કામ, જૈવીક દવા અને દેશી ખાતર માટે પશુપાલન સહિત ની બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના 22 જેટલા ગામોમાં એફ્પો સંસ્થા દ્વારા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે 2019 થી કાર્ય થાય છે જેમા ખેડુતોની આજીવિકા સુધારવી, પર્યાવરણની જોખમકારક અસર ધટાડવી, વેપારીઓની વિશ્વસનીયતા અને સપ્લાઈ ચેન તથા ગુણવત્તા જાણવણી એના માટે કામ કરે છે. આ ઉપરાંત ડિસનટ વર્ક થકી માઈગ્રેડ મજુરો, બાળ મજુરી, વંચિત જુથની મદદ તથા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે

આ તકે મહિલાને માહિતી આપવા એફ્પો સંસ્થામાં સોસ્યલ ટિમના મનુભાઈએ, વાકાનેર હેડના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ, થાન કલ્સટરના પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણા, મિશન મંગલમ તથા SHG ના તાલુકા પંચાયતના પંડયાજી, આત્મા પ્રોજેક્ટના બિ ડી વાધેલા, કિશાન સંધના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા મિતાણા ગ્રામ સેવક પટેલભાઈ ગામના સરપંચ દિવાળીબેન ચૌધરી, એલ જી ના લિડરો, ફાર્મર સહિતના સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો