Placeholder canvas

ટંકારા: એફપ્રો અને આત્મા દ્વારા સંયુક્ત રીતે ખેડૂત તાલીમ યોજાય

આજરોજ ટંકારા ખાતે એફપ્રો સંસ્થા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત રીતે એક ખેડૂત તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ નો મુખ્ય હેતુ ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો.

આત્મા પ્રોજેક્ટમાથી ભરતભાઈ વાઘેલા એ દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગેની માહિતી આપી હતી. જ્યારે એફપ્રો સંસ્થાના પિયુ મેનેજર કિમ્પલભાઈ દેત્રોજા અને FF જયેશભાઈ ભટાસણા દ્વારા ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ, બાયો કંટ્રોલ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમમા ટંકારા તેમજ આજુબાજુ ના ગામોના ૨૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો