ટંકારા: શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન મેળવતી સ્નેહલ રાણવા


By Arif Divan
ટંકારા: સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતી સ્નેહલ રાણવા શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનું સન્માન મેળવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને શિક્ષણ ક્ષેત્રે સર્વે સમાજમાં લોકો આગળ આવે જેથી સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સરકાર દ્વારા તાજેતરમાં જ સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનું સન્માન પત્ર ટંકારાની વિદ્યાર્થીની સ્નેહલ રાણવાને પાઠવવામાં આવ્યું છે.

ટંકારા ખાતે આવેલ. શ્રીરામ નગર સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતી સ્નેહલ પ્રવીણભાઈ રાણવા રાજ્ય સરકાર દ્વારા 2020 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જેમાં ટંકારાની સરકારી રામનગર પ્રાથમિક શાળાનું અને રાણવા સમાજનું ગૌરવ એવી સ્નેહલ ને સમાજ, વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, સગા-સંબંધીઓ આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
