ટંકારા: સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો…
By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સાડાતેર વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/01/IMG-20210111-WA0021_copy_619x360.jpg)
આ બનાવની ટંકારા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સાડા તેર વર્ષની સગીરાનું ગત તા.15 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. આ બનાવ ધ્યાને આવતા સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સર્કલ પીઆઇ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2021/01/IMG-20210114-WA0012-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)