ટંકારા નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક ઘાયલ

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ટંકારા તાલુકાના રાજકોટ-મોરબી હાઈવે પર ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે ટંકારા તાલુકાના રાજકોટ-મોરબી હાઈવે પર ખજૂરા હોટલ નજીક ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર યુવાનને ઇજા પહોંચી છે. અને બોલેરોમાં ભરેલા સામાનને નુકસાન પહોંચ્યું છે.

અકસ્માતના પગલે ઘટનસ્થળે ભીડ જમા થઇ ગઈ હતી. આ બનાવ અંગે જાણ થતા ટંકારા 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ અને ટંકારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટંકારા 108 સેવાની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા રોડ પર ટ્રાફિકને ક્લિયર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો. અને હાલમાં પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો