ટંકારા

ધ્રુવનગર નજીક ટ્રક બંધ કારખાનાની દીવાલ તોડી અંદર ઘુસી ગયો..!!!

ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ધ્રુવનગર આગળ બારનાલા પાસે એક અકસ્માતની ઘટના ઘટી હતી. ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની નીચે ઉતરી ગયો હતો અને રસ્તાની બાજુમાં આવેલ એક બંધ કારખાનાની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને અંદર ઘુસી ગયો હતો. અકસ્માતને કારણે કારખાનાની દીવાલને નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ ગમખ્વાર ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

આ સમાચારને શેર કરો